પુસ્તક પરિચય #ક્લાસરૂમ

  • 7.7k
  • 2.6k

આજે વાત કરું છું હાથમાં આવેલાં એક હમણાં વાંચેલાં પુસ્તકની. સાવ નવી શૈલી, નવા વિષયો અને વચ્ચે વચ્ચે catchy વાક્યો જે બોધપ્રદ ન લાગે પણ ખૂબ પ્રેરણાત્મક.આ પુસ્તક હતું શ્રી. દિનેશભાઈ માંકડ નું લખેલું # ક્લાસરૂમ.આ હેશ ટેગ પુસ્તકનાં નામમાં તેમણે જાણીજોઈને મૂક્યો છે. ધ્યાન ખેંચવા આપણે ટ્વીટર કે ફેસબુક પર વિષય સૂચવતા શબ્દની આગળ મૂકીએ એમ.નાના નાના, દરેક ત્રણ ચાર પાનાંના 25 નિબંધો તેમાં છે. વિષયો શિક્ષણની દુનિયાના પણ કોઈને તેની પર આવું મનનાત્મક લખી શકાય તે સૂઝે એ જ નવાઈ લાગે. લંચ બોક્સ, હાજરીપત્રક, ટાઈમ ટેબલ, ફ્રી પીરીયડ, હોમવર્ક, ક્લાસમાં મોનીટર, સુપરવિઝન, પરીક્ષામાં ચોરીઓ, રિઝલ્ટ લાવવા માટેનાં પ્રેશર,