ચોરોનો ખજાનો - 25

(17)
  • 4.2k
  • 1
  • 2.2k

દુર્ગા માતા મંદિર જ્યારે સિરત ડેનીના રૂમમાં ડેની સાથે વાત કરવા માટે ગઈ તો ત્યાં ડેની હાજર નહોતો. સિરતને યાદ આવ્યું કે તેણે જ ડેનીને દિવાન સાથે મળીને રાજ ઠાકોરે આપેલા લિસ્ટની તૈયારી કરવા માટે કહ્યું હતું. સિરત ત્યાંથી પાછી ફરી રહી જ હતી કે તેની નજર કંઇક જોઇને અટકી ગઈ. ડેનીના રૂમમાં જેની ઉપર લેપટોપ અને એક લેમ્પ રાખેલો હતો તે ટેબલની નીચે કોઈ કાગળ પડ્યો હતો. સિરત ડેનીના રૂમમાં અંદર આવી અને તેણે ટેબલ નીચે રહેલો કાગળ બહાર કાઢ્યો. તેના ઉપર ખૂબ ધૂળ જામેલી હતી. એવું લાગતું હતું જાણે ઘણા સમયથી તે કાગળ ત્યાં જ પડ્યો હશે. સિરતે