પ્રેમ - નફરત - ૬૪

(24)
  • 3.6k
  • 3
  • 2.2k

પ્રેમ નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૪ આરવ અનેક વખત વિદેશ જઇ આવ્યો હતો. તે વિદેશમાં ભાણ્યો હતો. પરંતુ ભારતીય સંસ્કૃતિને છોડી ન હતી. આજે તે વિદેશની ધરતી પર ઉતર્યો ત્યારે એક અજીબ લાગણી થઇ રહી હતી. રચના સાથે લગ્ન કર્યા પછી પહેલી વખત એક એક્સ્પોમાં દુબઇ આવવાનું થયું હતું. અહીં લાઇટોની ઝાકઝમાળ અને ઊંચી બિલ્ડિંગોની હારમાળાઓ જોઇ આંખો અંજાઇ જતી હતી. તે ટેકસીમાં હોટલ પર આવ્યો અને થોડા કલાક માટે આરામ ફરમાવી રહ્યો. ભારતના અને દુબઇના સમયમાં માંડ દોઢ કલાકનો ફરક હતો. જેટલેગ જેવું કંઇ અનુભવાયું નહીં. અને પૂરતો આરામ મળી જતાં તે તાજગીનો અનુભવ કરી રહ્યો હતો.