એક કપાયેલા પતંગની આત્મકથા

  • 3.6k
  • 1.3k

જતીન ભટ્ટ (નિજ) રચિત મરક મરક હસાવે એવી રચના: એક કપાયેલા પતંગ ની આત્મકથા ઉત્તરાયણ ને આજે દસ દિવસ થઈ ગયા છે, ભાર દોરીએ કપાઈ ને હું સિટી ના બીજા છેડે ફૂટપાથ ના કિનારે પડેલો છું, સામેથી આખલાઓ લડતા લડતા મારી તરફ આવી રહ્યા છે, મારી સાથે મારી સાથીદાર દોરી પણ કપાયેલી હાલત માં છે,બસ રાહ જોઇ રહ્યો છું કે ક્યારે હું ફાટી જાઉં , જતા જતા બસ એક ઈચ્છા થઈ આવી કે તમને મારી વાત કરતો જાઉં,,. મારો જન્મ તો તમે મનુષ્યો લોકોએ જ કરાવેલો છે, વાંસની સળીઓ, પેપર, ગુંદર વગેરે ભેગુ કરીને મારો જન્મ કરાવવામાં આવ્યો હતો, યાદ