રુદ્રરસેલ અને રાયબહાદુર ગણપત અંગે વાતો કરી રહ્યાં હતાં. રાયબહાદુરે એમનાં મત પ્રમાણે અભિપ્રાય આપ્યો સાથે સાથે ગણપત અંગે જાણવાની અધિરાઇ પણ વધી ગઇ. અને અધિરાઇ એ પણ હતી કે એ આવીને શું ખબર આપી ગયો ? અને એમણે રુદરેસલ સામે જોયું... રુદરસેલ રાયબહાદુરની નજીક આવીને કહ્યું “અંગત ખબર એવી છે કે... ફાર્મ હાઉસનાં સેવકોએ જાણ કરી કે દેવ અને દેવમાલિકા વચ્ચે કંઈક રંધાઇ રહ્યું છે તો અગાશીમાં એકલાં..”. અને પછી હસી પડયાં... રુદરસેલને સાંભળી રાયબહાદુરનો ચહેરો પણ ખીલી ઉઠ્યો પણ ખબર જે રીતે પ્રાપ્ત થઇ હતી એ રીત ના પસંદ આવી પણ કંઇ બોલ્યાં નહીં.. રુદરસેલ કહ્યું “રાયજી મારાં