'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 31-32

  • 3k
  • 1.2k

31 આ ઠીક ન થયું, ઠીક ન થયું આ. હું ધુમ્મસમાં ચાલી રહી છું. ધુમ્મસ છે કે ધુમાડો ? મરા દિમાગમાં આ શું ભરાઈ રહ્યું છે ? બેકાર ગઈ આખી યાત્રા...પાછા વળતી વખતે નામ જ ન નિકળ્યું મોંમાંથી...મહાદેવજીએ અસ્વીકાર કર્યું મારું જવાનું...હું નિર્મલને પણ મૂકી આવી ઉપર... ખબર નહીં હવે શું થશે ? આ ઠીક ન થયું, ઠીક ન થયું આ. ઘોડો ક્યાં છે રોશન ? હું હવે સાવ પડી જઈશ ત્યારે પેમા ઘોડો લાવશે ? ઘોડો તડકામાં ઊભો છે. સારી રીતે આરામ કરી લીધો ? હવે લઈજા બસ..... -     દીદી, તમે ઉંઘી જાવ છો ઘોડા પર ? ઉંઘવાનું નથી...આંખો