ડાયરી - સીઝન ૨ - કન્યા પધરાવો સાવધાન

  • 2.6k
  • 1.1k

શીર્ષક : કન્યા પધરાવો સાવધાન©લેખક : કમલેશ જોષી હમણાં એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. લગ્ન વિધિ દરમિયાન ગોર મહારાજે જયારે મોટા અવાજે ‘કન્યા પધરાવો સાવધાન’ કહ્યું ત્યારે સૌ કોઈ જે દિશામાંથી કન્યાને એના ભાઈઓ પોતાના હાથની હથેળીઓ પાથરી પાથરી એના પર પગલી પડાવતા લાવી રહ્યા હતા એ દિશામાં માનભેર તાકી રહ્યા. મને મારો કોલેજ કાળનો એક ભારે ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવનો મિત્ર યાદ આવી ગયો. એ હંમેશા અવનવા પ્રશ્નો પૂછી અમારા ગ્રુપના તમામ મિત્રોના ભેજાનું દહીં કરી મુકતો. એક મિત્રના સિસ્ટરના લગ્ન પ્રસંગે અમે સૌ સ્વયં સેવક તરીકે વિવિધ કામગીરીમાં રોકાયેલા હતા ત્યારે ગોર મહારાજે કહેલું ‘કન્યા પધરાવો સાવધાન!’ સાંભળી