ગત અંકથી શરુ પ્રભાની આંખ અચાનક ખુલી ડરથી ભરેલી આંખોએ બાલ્કનીમાંથી આવતા ઠંડા પવનને મહેસુસ કરવા બાલ્કનીમાં લાગેલા હિંચકામાં બેસી ઘરની આગળ સોસાયટીની અવર - જવર જોઈ લગભગ સાડા છ વાગ્યાં હોય એવુ વાતાવરણ સૂર્યના આંશિક કિરણો દ્વારા રજુ થઇ રહ્યું હતું... સાત વાગ્યાં ફ્રેશ થયાં પછી પ્રભાએ નાસ્તો કરવા ડાઇનિંગ ટેબલની ખુરશી ખસેડી અને ત્યાં નાસ્તો કર્યા બાદ ક્લાઈન્ટના ઘરે જવા નીકળી, શહેરથી લગભગ 5km દૂર આવેલા એક નાનકડા ગામમાં પ્રભાએ પોતાની કાર પ્રવેશ કરી પૂછ પરછ કર્યા પછી ઠેકાણે પહોંચાયું, ઘરની બહાર એક નાનકડી બાળકી રમી રહી રહી લગભગ 3 વર્ષની હોય એવુ પ્રભા અનુમાન લગાવી શકતી હતી