(કેશવે ચકૉરીનો હાથ જીગ્નેશના હાથમા મુક્યો. અને ચકોરી અને જીગ્નેશ જાણે હિબકે ચડ્યા.) હવે આગળ વાંચો.. કેશવે કણસતા સ્વરે ટોળા તરફ નજર ફેરવતા પૂછ્યુ. અહીં ગા..મદેવી મંદિ..રના પૂજારી પણ છે..? જીગ્નેશના બાપુ અને બા બંને કેશવની નજીક આવ્યા અને કેશવની નજર સાથે નજર મિલાવતા કિશોરપૂજારીએ કહ્યુ. બોલો ભાઈ હું છુ ગામદેવીનો પુજારી. તમારે. મને કંઈ કહેવું છે ? અને આ બે..ન? ગીતામાં તરફ પ્રશ્નાર્થ ભરી નજર નાખતા કેશવે પૂછ્યુ. આ મારા ધર્મ પત્ની છે. કિશોરભાઈએ ગીતામાનો પરિચય આપતા કહ્યુ.ગીતામાની નજર સાથે નજર મળતા કેશવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. જીગ્નેશ અને ચકોરી બન્ને આ જાણતા હતા કે કેશવ શા માટે રડી રહ્યો છે..પણ