કલ્મષ - 1

(32)
  • 5.8k
  • 3
  • 3.5k

વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને હજી કલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી. અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા