પિયા હું પાટણ નહીં જાઉં..------------------------------- સવારની મેઘલી સવાર,ભાસ્કરનો આભાસ હતો એ ખુદ વાદળથી ઘેરાયેલો હતો.કોલેજ અનિયમિત જવાનું થતું હતું,કેમકે આડી સરસ્વતી નદી હતી.ક્યારેક ધોધમાર,ક્યારેક અનરાધાર,ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વરસી જાય પરંતુ નદી બે કાંઠે સતત વહેતી હોય.કાદવ કીચડ વચ્ચે જવા આવવાનું હોય તે પણ પગપાળા.કેમકે નદીનો કાચો રસ્તો,એ રસ્તે ઢોર,બળદગાડાં,ઊંટલારીઓ,છકડા અને ટ્રેકટર વચ્ચે નીકળવામાં ઘણી વખત સ્વચ્છ કપડાં ઉપર છાંટા ઉડે,ખરડાય અને ભીના ભીંના પહેરેલા કપડે કોલેજ જવાનું મન જ ન થાય.ભાસ્કર મહેનત ખુબ કરતો પરંતુ ગામડાના કાચા રસ્તે જવા કરતાં ઘરમાં બેસી વાચન કરવાનું ખુબ ગમતું કેમકે તેને જવા આવવામાં જ આખો દિવસ નીકળી જતો. પાટણની કોલેજમાં સવારે નીકળે