પ્રભાના કિનારાની રાહમાં - 5

  • 2k
  • 934

ગત અંકથી શરુ વીજળીના ચમકારા સાથે વરસાદમાં ભીંજાતી એક યુવાન યુવતી ફલરફુલ છત્રી સાથે ઘોર ગેલા થયેલા વાદળોના ટંકારાથી પોતાને છત્રી નીચે પણ ભીંજાવતી હવા સાથે દરિયા કિનારે જઈ રહી હતી હજી આ કલ્પના માત્ર કલ્પના જ હતી એવુ સાબિત કરી શકાય એ પહેલા અચાનક વાદળની ગર્જના થઇ અને બધી જ ભ્રમણા દૂર થતા એક લાંબા સ્વપ્ન સાથે વિશ્વાસે ઊંડા અને ડરથી ભરાયેલા શ્વાસે આંખો ખોલી....બહાર બાલ્કનીમાં લગાવેલ કુંડામાના છોડોને ધીરે ધીરે વરસાદ પોતાની ભીનાશ આપી રહ્યો હતો, જમીન ભીંજાયેલી હોવાથી માટીની મહેક આખા ઘરમાં પ્રસરી રહી હતી, સવારના 5 વાગીને 18 મિનિટ થયાં એવુ સ્માર્ટ વોચએ બટન દબાવતા સંભળાવી