પ્રણય પરિણય - ભાગ 8

(14)
  • 4.4k
  • 1
  • 3.1k

'સમાયરા.. ખબરદાર બીજી વાર એ શબ્દ બોલી છે તો..' વિવાન ખીજાઈને બોલ્યો.'શું કામ પતિદેવ..? મારા વરને પતિદેવ ના કહું તો કોને પાડોશીને કહું?' સમાઈરાએ એને હજુ વધુ ચીડવ્યો. કાવ્યાને આ જોવાની મજા પડતી હતી.. વૈભવી ફઈ સમાઈરાને આંખો બતાવીને વારવાની કોશિશ કરી રહ્યા હતા.'ફઈ આને કંઈ કહો.. નહીં તો હવે હું મારીશ.. ' વિવાને ફઈને ફરિયાદ કરી.'શું તમે બેઉ તોફાને ચઢ્યા છો? નાના છો હવે!? અલી એય સમી.. તું ઉતર તો નીચે..' વૈભવી ફઈએ ડારો આપ્યો. પણ સમાઈરા પર કોઈ અસર ના થઈ.'હવે તું જો..' કહીને વિવાને એક પડખે ઝૂકીને સમાઈરાને સોફા પર પટકી.'આઉચ.. ઓ માઆઆઆ…' સમાયરા ચિલ્લાઇ.**પ્રણય પરિણય ભાગ