"આપણે વિરાટને છુપાવવો પડશે." જગપતિએ એના વિશ્વાસુ નિર્ભય સિપાહીઓ સામે જોયું, “દેવતા કે કારુ એના વિશે જાણે એ પહેલા એને ક્યાક છૂપાવવો પડશે અને આપણે ધર્મસેનાને સંદેશો મોકલવો પડશે.” "પણ એને ક્યાં છુપાવીશું?" નીરદે પૂછ્યું. "અહીં આ ઈમારતમાં." જગપતિએ કહ્યું, "મારે રક્ષકને મળવું પડશે." "શું?" વિરાટે પૂછ્યું, "તમે રક્ષક કહ્યું?" "હા, એ જ રક્ષક જેણે તને મર્મવિદ્યાથી સુન્ન કર્યો હતો." "એ કોણ છે?" જગપતિના બદલે એના પિતાએ જવાબ