મારો યુવરાજ બસની બહારનું ઘનઘોર અંધારું સુહાનીને ફરી ભયભીત કરી રહ્યું હતુ. વિચારોના વમળમાં ઘેરાયેલી સુહાની ફરી એક ડૂસકું ભરી રહી હતી. આમતો આ વડોદરાથી સોમનાથની સફરમાં એની સાથે એની બહેન સ્વરા અને બહેનનો મિત્ર કુંજ સાથે હતા તોય સુહાની બસ એ આવનારા પળની રાહમાં હતી. એ પળ જે સ્વપ્નવ્રત અને ગમતીલો બની જવાનો હતો. હા એ પળ જે પળમાં પોતે પોતાના અહેસાસ, પ્રેમ યુવરાજની બાહોમાં હોય. જેમ જેમ સમય વિતી રહ્યો હતો એમ એમ સુહાની પોતાની જાતને દિલાસો આપવામાં લાગી હતી. સોમનાથમાં સુહાનીને ગમતા બંને પળ મળવાના હતા એક તો મહાદેવ ને બીજો મહાદેવનો ભક્ત યુવરાજ. સવાર પડી ગઈ