શીર્ષક : હેપ્પી ન્યુ યર ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું: "મેં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીએ કેટલુંક ‘નવું’ કરવાનું લીસ્ટ બનાવેલું, જેમકે વહેલી સવારની એકાદ કલાક કુદરતના ખોળે વિતાવવી, ઉગતા સૂર્યને માણવો, મમ્મી-પપ્પાને હરિદ્વારની યાત્રા કરાવવી, કારને દરરોજ સાફ કરવી, દર બે દિવસે દાઢી કરી લેવી, રોજ બે મિત્રોને ફોન કરવા, અઠવાડિયે એક વાર ગાયને ઘાસ નાંખવું, જૂના શિક્ષકોને મળવા જવું વગેરે." એને એમાં સીત્તેર ટકા સફળતા મળેલી. તમે ગયા વર્ષે આવું કોઈ લીસ્ટ બનાવેલું? જો હા તો કેટલી સફળતા મળી? કેવો અનુભવ રહ્યો?તમને આશ્ચર્ય થશે કે જીવનમાં કેટલુક ‘નવું’ તો રૂટિનની જેમ આવતું હોય છે, જાણે ‘જૂનું’ જ ન હોય