'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 29-30

  • 2.7k
  • 1.1k

29 ઉતરતી વખતે ઘોડો નહીં મળે. ઢોળાવ બહુ ખતરનાક છે. સીધો ઢાળ. રસ્તામાં મોટા મોટા પથ્થર. ઘોડા ઉપરથી પડીએ તો સીધું માથું જ ફૂટે ! નાળિયેરની જેમ ! બે વર્ષ પહેલાં કોઈ અકસ્માત થયા પછી ઘોડાવાળાઓએ નક્કી કર્યું કે નીચે નહીં લઈ જઈએ...ઠીક છે ભાઈ. જાતે જ ચાલ્યાં જઈશું. બરફથી કેવો કીચડ થયો છે ! રૂપા સાચું કહેતી હતી. રીબોકવાળા બુટ હોત તો ક્યારના ભીના થઈ ગયા હોત. આ બુટ બરાબર છે. ઘૂંટી પર સારી પકડ છે. લપસતાં નથી. મોટું તળિયું છે. બરફ પર પગ મૂક્યો છે એની ખબર જ પડતી નથી. હાર્વર્ડમાં પગ કેવા ઠંડા થઈ જતાં હતા. બે