હૃદયવલોણું

  • 3.7k
  • 1.3k

...હૃદયવલોણું...ગગન વાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા જીવનકેરો અનુભવ તું કરી તો જો*.." હાલ્ય હાલ, જલ્દી હાલ " એક હાથે પાંચ વર્ષ ની છોકરી નું સહેજ ત્રાસુ વાળીને બાવડું પકડતા એ સ્ત્રી બાળકોના વિભાગમાં પહોચી. બીજા હાથ થી એક વર્ષનું બાળક કાખ માં નાંખેલું , ને ત્રીજું ગાગર જેવા પેટ ની દીવાલ માંથી બહાર આવવા પાંટા ઝિંકતું " હું પણ છું " એવી સતત એની માં ને પ્રતીતિ કરાવતું." સા 'બ , સા 'બ..." દરવાજા ની અંદર પગ મૂકતાં જ એની બૂમ જાણે આખા વોર્ડ માં પ્રસરી ગઈ. ઘડિયાળ ના કાંટા નો અવાજ પણ સાંભળી