ચોર અને ચકોરી - 54

  • 2.1k
  • 920

(કાંતુએ છરો કેશવ ના પેટમા ઉતારી દીધો) હવે આગળ વાંચો.. પોતાની બરાબર પીઠની પાછળથી જીગ્નેશને કેશવનો ચિત્કાર સંભળાયો. એણે પાછળ ફરીને જોયું તો કેશવ લોહીથી લથપથ પેટ પકડીને. " હે પ્રભુ"કહીને જમીન પર બેસી પડ્યો હતો. જીગ્નેશે પોતાની ડાંગનો એક ભરપૂર વાર કાંતુના માથા પર કર્યો.અને જેમ નાળિયેર ફૂટે એમ કાંતુની ખોપડી ફાટી ગઈ.કાંતુ તમ્મર ખાઈને ભોંય ભેગો થયો જીગ્નેશ ને આ વાત સમજાતા વાર ન લાગી કે.પોતાની પીઠ ઉપર થયેલા હુમલાને કેશવે પોતાના શરીર ઉપર ઝીલી લીધો હતો. "કાકા.. કાકા. આ તમે શું કર્યું?"જવાબમા એક દર્દીલુ સ્મિત કેશવે જીગ્નેશ ની સામે ફરકાવ્યુ. "મારા ઉપર થયેલા ઘાને તમારે ઝીલવાની શું