આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 25 - અંતિમ ભાગ

(12)
  • 2.3k
  • 1
  • 1k

*..........*...........*..........*..........* પાછા ફર્યા બાદ બંને નું જીવન બદલાઈ જવાનું હતું જેનો આભાસ તેમને બિલકુલ નહોતો.હમણાં થી આભા કંઈક ખોવાયેલી ખોવાયેલી લાગતી. સતત કંઈક વિચાર્યા કરતી. પોતાના જ મન સાથે દ્વન્દ્વ યુધ્ધ કર્યા કરતી. અને ઘરના સભ્યો તેને સતત સધિયારો આપતાં." આભા, બેટા હું જાણું છું કે એક સ્ત્રી માટે નવી શરૂઆત કરવી કેટલી અઘરી છે. મોટા ભાગે સ્ત્રીઓ પોતાના ભૂતકાળને સંપૂર્ણ રીતે ભૂલી જઈ નવેસરથી એકડો ઘૂંટવાનો પ્રયત્ન કરે છે. પણ એને ભૂલી શા માટે જવું એ મને સમજાતું નથી. પોતાના ભૂતકાળને સાથે રાખીને પણ આગળ વધી જ શકાય ને? પોતાના જીવનમાં આગળ વધતા રહેવું એ જ તો જીવન છે."