વસુધા - વસુમાં - પ્રકરણ-83 

(32)
  • 2.9k
  • 2
  • 1.5k

વસુધા અને ગુણવંતભાઇ રણોલી ગામ જવા નીકળ્યાં. વસુધા ગાડી ચલાવી રહી હતી. ગુણવંતભાઇએ કહ્યું બીજા લોકો સાથે લીધાં હોત તો સારુ થાત તું કેવું બોલે છે એ બધાને સાંભળવા મળત. વસુધાએ કહ્યું મેં રાજલ, રશ્મીનો વિચાર કરેલો પણ ડેરીએ એ લોકોની હાજરી જરૂર હતી ત્યાં કરસનભાઇ એકલાજ હતાં. સરલાબેન અને કુમાર ઘરે છે. પાપા એકવાત મારાં મનમાં છે ઘણાં સમયથી... ગુણવંતભાઇએ કહ્યું બોલને દીકરા... વસુધાએ કહ્યું આપણી ડેરી સરસ ચાલી રહી છે નફો પણ સારો થાય છે દૂધ મંડળીનું કામ પણ ઉત્તમ ચાલે છે. આપણાં ગામમાં સારુ દવાખાનું નથી આપણે કંઇ એવું મોટુ થાય કોઇ બીમારી થાય શહેરમાં દોડવું પડે