બધાંનાં જમી લીધાં પછી આકાંક્ષાએ કહ્યું “ભાઇ તમે અને દેવી ટેરેસ પર જતા થાવ હું આવું છું”. દેવ એનાં વિચારોમાં હતો એણે સાંભળ્યું ના સાંભળ્યું કર્યુ અને બોલ્યો “ઓકે પછી આવી જજે...” દેવ ટેરેસ પર જવા લાગ્યો. દેવીએ જોયું દેવ ટેરેસ પર જવા નીકળ્યો. દેવી એનાં રૂમમાં ગઇ એણે બારીમાંથી જોયું કે એનાં પાપા મંમી તથા દેવનાં પાપા મંમી ગાર્ડનમાં જઇ રહ્યાં છે. દેવીએ એ મોટાં કાચનાં બાઉલમાં રાખેલાં ફૂલો હાથમાં લીધાં એણે જોયું આકાક્ષાં એનાં રૂમમાં ગઇ એ થોડું મલકાતી ફૂલો લઇને ટેરેસ પર જવા લાગી. દેવ તો ટેરેસ પર ગયો એણે આકાશમાં જોયું ઓહો હો આટલા બધાં તારાં