આત્મસાથી

  • 3k
  • 1.1k

....આત્મસાથી....પ્રેમ ભરેલા વાદળ થઈને એકમેકમાં વરસી જઈએ..મેઘધનુષી રંગો લઈને પળેપળને ચીતરી દઈએ.."સસસ્ સસ્..." ઇન્સ્યુલિન ભરેલા ઇન્જેક્શનની નાની સોય ખૂંચતા જ પુરુષોત્તમ દાદાથી સિસકારો નીકળ્યો. એમને સહન કરવો પડતો કારણકે, ઇન્સ્યુલિન તો એમની જીવાદોરી હતી. અને હવે તો રતનબા સાથે હજુ વધુ જીવવાની આશા સામે આ દુઃખ તો સામાન્ય હતું." આટલા વર્ષોથી ઇન્જેક્શન લ્યો છો, તોય સિસકારો કરવાનુ ભુલ્યા નહીં. હવે કંઈ તમે નાના નથી" રતનબાએ ઇન્જેક્શનની સિરીંજ ડબ્બામાં મૂકતાં કહ્યું." અરે રતન, તને હું મોટો લાગું છું?" દાદા હંમેશની જેમ બાને કહેતા. એમને મન તો "રતન બા" જ સર્વસ્વ. એક મિત્ર, એક સાથી, અને.... અને પ્રેમી પણ. એટલે જ તો,