ટીચરનો ધાક

  • 2.2k
  • 1
  • 852

લેખ:- ટીચરનો ધાકલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"રિચા, કેમ આટલું બધું તોફાન કરે છે? સ્કૂલમાં આવું કરશે તો તને ટીચર મારશે." એક મહિના પછી રિચા સ્કૂલમાં પહેલી વખત જશે. શહેરની ખ્યાતનામ શાળાનાં જુનિયર કે. જી. માં એનું એડમિશન થઈ ગયું છે."રિકી, આ વખતે જો તુ! તારી સ્કૂલમાં આવીને તારા ટીચરને ન કહું તો! કેટલું તોફાન વધી ગયું છે તારું!" રિકી ધોરણ 2માં ભણતો એક હોંશિયાર છોકરો છે. પણ સ્કૂલ અને ટયુશન સિવાય દિવસમાં બીજા બે કલાક વધારાનું નહીં ભણે અને કંઈક બીજી પ્રવૃત્તિ કરે તો એની મમ્મી એને આમ ધમકાવી નાંખતી. "આ વખતે તારા માર્ક્સ ઓછાં આવે એટલી જ વાર છે,