મર્મવિદ્યાથી શુદ્ધિ બિંદુઓ બંધ કર્યા પછી ફરી ભાનમાં આવતા એક નિર્ભય સિપાહીને પણ કલાકો નીકળી જાય પરંતુ વિરાટની અધ્યાત્મિક શક્તિની કોઈ સીમા નહોતી. પંદરેક મિનિટ પછી વિરાટના મનમાં વહેતા અનંત ઊર્જા પ્રવાહે જ્ઞાનતંતુઓ પર કાબુ મેળવી લીધો અને એ જ પળે એને એના શરીરના અવયવો પર કાબુ પાછો મળ્યો. એના અવયવો એના કહ્યામાં આવતા જ વિરાટે છત તરફ દોટ મૂકી. જગપતિ, ચિત્રા અને નીરદ એની પાછળ દોડ્યા. છત પર હજુ હંગામોમાં ચાલુ હતો. શૂન્યોની ભીડને ચીરીને વિરાટ આગળ વધ્યો. ત્યાં ઊભા કોઈ નિર્ભય સિપાહીએ એને રોકવા કોશિશ ન કરી એ જોઈ વિરાટને