વિવાને "હજુ અહીં જ છે" એમ કહેતાં જ ગઝલએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી અને ફરીથી પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો. કદાચ નાના બાળકની જેમ ગઝલને પણ લાગતું હતું કે હું આંખો બંધ કરી લઇશ એટલે ડોગી મને જોઇ નહીં શકે.. પણ ડોગીની આંખો તો ખુલ્લી જ હતી ને..!જોકે દરવાજાની બીજી તરફ હોવાથી બ્રુનોને અંદરનું દ્રશ્ય દેખાતુ નહોતું!ગઝલની આવી ભોળપણભરી હરકત જોઇને વિવાનને હસવું આવી ગયું.. **પ્રણય પરિણય ભાગ ૬ઘણી વાર સુધી બેઉ એમને એમ એકબીજાની આગોશમાં બેડ પર પડ્યા રહ્યાં.વિવાનને પોતાને ગઝલથી અળગા થવાનુ મન નહોતું થતું.આના પહેલા તે ઘણી છોકરીઓની નજીક ગયો હતો પણ જે ફીલિંગ