અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 5

  • 2.1k
  • 1.1k

દેવશીભાઈ સાથે રાજકોટ આવી મંગલમ હોસ્પીટલમાં તરલ ચેક અપ કરાવવા આવી ત્યારે ફરી તેના મનમાં તે દિવસની ઘટના આકાર લેવા માંડી અને ક્રિશીલને યાદ કરી મનોમન રોમાંચિત થઇ ગઈ.એ દિવસ એના જીવનનું સંભારણું બની ગયો હતો. એમ કરતાં કરતાં દિવસો વીતી ગયા અને આ તરફ યુનીવર્સીટીની અંતિમ પરીક્ષા પણ આવી ગઈ.પરીક્ષાનું આજે પ્રથમ પેપર હતું.બંને આજે લાંબા સમય પછી અને ખાસ તો ક્રિશીલ દ્વારા તરલ સામે પ્રેમની અભિવ્યક્તિ કર્યા બાદ બંને સામસામે પ્રત્યક્ષ મળવાના હતા. ક્રિશીલને તો આગલી રાતે જ ચેન નહોતું.તો આ તરફ તરલની પણ આ જ હાલત હતી.સવારમાં બંને એક બીજાનો સામનો કેમ કરીશું એ મનોમંથન બંનેના મનમાં