વારસદાર પ્રકરણ 94મંથને ઓખાની ભૂમિ ઉપર ફરીથી ગોપાલદાદાનાં દર્શન કર્યાં અને વાતચીત પણ કરી. છતાં આ બધું અગમ્ય જગતમાં બની ગયું ! હકીકતમાં તો એ હજુ ઓખાના નવી બજાર એરિયામાં નવા બે માળના મકાનના ઓટલા ઉપર માથું ટેકવીને ઉભો હતો ! એ જાગૃત થયો ત્યારે ન તો દરિયો હતો , ન તો વ્યોમાણી માતાનું મંદિર હતું કે ના તો એની સામે ગોપાલદાદા ઉભા હતા !! બે ક્ષણમાં જ આ અનુભવ થઈ ગયો. હવે એને કેતાની ચિંતા થવા માંડી. શા માટે ગોપાલદાદાએ એને ઠપકો આપવો પડ્યો ? આટલો ચમત્કારિક અને પવિત્ર રુદ્રાક્ષ કેતાની સુરક્ષા માટે ગોપાલદાદાએ ધ્યાન અવસ્થામાં આપ્યો હતો તો