વારસદાર - 91

(73)
  • 4.5k
  • 5
  • 3.2k

વારસદાર પ્રકરણ 91નવરાત્રી શરૂ થઈ ગઈ. મંથને આ વર્ષે ખાસ કેતા માટે સવા લક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ ચાલુ કર્યું. ૪૧ દિવસ સુધી રોજ ૩૦ માળા કરવાની હોય છે. રોજ સવારે ૪ વાગે એ ઉઠી જતો અને નાહી ધોઈ ૫ વાગે માળા શરૂ કરી દેતો. હવે સ્પીડ આવી ગઈ હોવાથી ૩ કલાકમાં ૩૦ માળા પૂરી થઈ જતી. નવરાત્રીમાં અદિતિએ પણ રોજની પાંચ માળા ચાલુ કરી દીધી હતી. એની ઈચ્છા તો ૧૧ માળા કરવાની હતી પરંતુ નવી નવી માળા શરૂ કરી હોવાના કારણે એના માટે એ શક્ય ન હતું. મંથનના સંસ્કાર હોવાના કારણે આ વર્ષે અભિષેક પણ રોજની ત્રણ માળા કરતો હતો.