વારસદાર પ્રકરણ 83મંથનને સંતોષ થઈ ગયો કે પોતે પણ હવે ધ્યાનમાં રાજન દેસાઈની કક્ષામાં પહોંચી ગયો છે અને આરામથી આલ્ફા થીટા લેવલ ઉપર પહોંચી જાય છે ! જો કે આ ધ્યાન એક પ્રકારનું ક્રિએટિવ વિઝયુલાઈઝેશન છે. જેમાં કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માટેનું ધ્યાન કરવાનું હોય છે. શતાબ્દિ એક્સપ્રેસ રાત્રે ૮:૪૦ કલાકે બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. ટ્રેનમાં જ જમવાની વ્યવસ્થા હતી એટલે ઘરે જઈને રસોઈ કરવાની કોઈ માથાકૂટ ન હતી. મંથને બોરીવલી સ્ટેશનથી ટેક્સી જ કરી લીધી અને ફેમિલી સાથે સુંદરનગર પહોંચી ગયો. ત્રણ દિવસ પછી ચિન્મયનો ફોન આવી ગયો. મંથને એને પોતાની ઓફિસે બોલાવ્યો. " લોઅર પરેલમાં 'મહેતા નર્સિંગ સેવા