વારસદાર - 81

(72)
  • 4.9k
  • 2
  • 3.3k

વારસદાર પ્રકરણ 81" કહું છું હવે તમે થોડો સમય કાઢો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ. જયેશભાઈ ના ઘરે દીકરી આવી એને એક વર્ષ પૂરું થવા આવ્યું છતાં આપણે રમાડવા જઈ શક્યા નથી. " અદિતિ બોલી. " તારી વાત સાચી છે. મારે હવે સમય કાઢવો જ પડશે. કેટલીય વાર વિચાર્યું કે આ શનિ રવિમાં અમદાવાદ આંટો મારી આવીએ પરંતુ બધા શનિ રવિ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહ્યા." મંથન બોલ્યો. " હા એટલે જ કહું છું. અત્યારે વેકેશન ચાલે છે. અભિષેકની સ્કૂલ ચાલુ થાય એ પહેલાં આપણે જઈ આવીએ." અદિતિ બોલી. " ચાલો તો પછી આવતા શનિવારે વહેલી સવારે નીકળી જઈએ. સાંજે