લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 3

  • 4.4k
  • 2.3k

જે દિવસે લાખો જનમિયો, ધરાવતા કાછ ધરાવે, તે દિવસે પિરાણા પાટણજા, કોઠા લોટ કરા. કચ્છનો ધરાવતી લાખો જે દિવસે જનમ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો, સૂરજનો કુમાર આવા વીર શુકન લઈને ધરતી પર ઉતર્યો, એના જન્મની ખુશાલીનો ડંકો ચોરીની ઝાલર ઉપર નહી પણ ગુજરાતના પાટનગર ગઢની દિવાલ ઉપર વગાડયા, એની છઠ્ઠીના લેખ લખવાની વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઉઠી હશે. બાપની સાથે લાખાને અણબનાવ થયો. મોઢું જોવાનુંયે સગપણ ના રહયુ. સૂરજનો પુત્ર યુવાનીના રંગ રમવા સોરંઠને કાંઠે ઊતર્યો. કંઈ ઘમસાણ બોલાવ્યા. આઠ આઠ કોટની રચનાવાળુ એક નગર બાંધ્યું. લીલી અને સૂકી બબ્બે