હવે એક સ્વપ્ન બની ને જીવવું છે મારે,લાગણીઓ ને વ્યક્ત કરી મહેકવું છે મારે,ઉમદા વિચાર કરી ને સુધરવું છે મારે,તને પામવાની ઈચ્છા નથી પણ તારા જેવું જ થવું છે મારે...રાજલ અને કોમલ બન્ને બીજા દિવસે કોલેજ જવા નીકળ્યા. રાજલ માટે આજનો દિવસ કાળો દિવસ સમાન હતો. લોકો તેને એવી નજરે થી જોવાના હતા જે નજર ભયંકર નજર કહીએ તો ચાલે. કેમકે આવી નજરથી જ માણસ પોતાની જાત ને ખોઈ બેસતો હોય છે. છતાં પણ કોમલ નાં વિશ્વાસ ભર્યા શબ્દો તેને થોડીક તો હિંમત આપી રહ્યા હતા. તે જાણતી હતી કોમલ છે ત્યાં સુધી હું ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી એ