દશાવતાર - પ્રકરણ 49

(71)
  • 3.5k
  • 4
  • 1.9k

          બીજું સપનું પહેલા કરતાં વધુ વિલક્ષણ હતું. વિરાટ પાટનગરમાં ક્યાંક ફસાઈ ગયો હતો. એ નાના બાળકની જેમ રડતો હતો. જોકે એ સ્વપ્નમાં એ ચાલીસ વર્ષનો હતો. એના માથામાં દુખાવો શરૂ થયો જાણે કોઈ એની ખોપરી પર હથોડાના ફટકા મારતું ન હોય. એ એક નાનકડા ઓરડામાં હતો જે પથ્થરના ચોસલાથી બનેલો હતો. એ જેલ જેવો ઓરડો હતો. એકાએક એ ઓરડો લાવાથી ભરાવા લાગ્યો. લાવા ક્યાંથી આવે છે એ વિરાટ સમજી ન શક્યો. ઓરડા બહાર એક  ધાતુના દરવાજા સિવાય કોઈ માર્ગ નહોતો. દરવાજો હવાચુસ્ત બંધ હતો. હવા કે પાણી પણ અંદર આવી કે બહાર જઈ શકે એમ નહોતા. વિરાટ લાવામાં ઊભો હતો