લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 2

(12)
  • 4.8k
  • 2.7k

નવ મહિને દિકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયેલી તેની બરાબર ઘડી લેવા બહાર બેઠેલા જોષી પાસે દોડી ફેકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી. એટલે ઘડી ખોટી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરી જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પૂછાવ્યું. "કહો જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે ? ""કહે દિકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે ! "સોનેરી પાંભરીમાં બાળકને વીંટાડવામાં આવ્યું.આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી:એને વગડામાં નાખી આવો, બાનડી નાખવા આંઘે આંઘે ગઈ, એક બખોલ દેખી. બાળકને ત્યાં નાખી પાછી વળી, તરતની જ વિયાએલી .એક વાઘણ પોતાના બે બચ્ચાં ને બખોલમાં મુકીને ભરખી ગોતવા ગયેલી પાછી આવીને