પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ અખિલ સતર્ક થઇ ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો કે સારિકા અને મલ્લિકા જ નહીં આ સ્ત્રીના બીજા અનેક નામ હોવા જોઇએ. પોતે જે આશયથી એની પાછળ- પાછળ ફરી રહ્યો છે એ પૂરો થવાનો નથી. એની સાથે મિત્રતા તો શું કોઇ રીતે સંબંધ રાખી શકાય એમ નથી. એની સાથે પડોશી તરીકેની ઓળખાણ પણ રાખવા જેવી નથી. એ પોતાના સૌંદર્યના દમ પર કોઇ ઇરાદો પાર પાડવા માગે છે. એ સમજે છે કે હું એટલી સુંદર છું કે અખિલ જેવા પોતાની પત્નીને છોડીને મારી પાછળ લટૂડાપટૂડા કાઢશે. અહીં એની ભૂલ થઇ રહી છે. એનું રૂપ થોડીવાર માટે તનમનને પ્રભાવિત