કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 59

(20)
  • 6k
  • 4
  • 4.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-59 પરી નાનીમાને વળગી પડી અને કહેવા લાગી કે, " નાનીમા સૉરી ફરીથી કદી હું આ રીતે તમને કહ્યા વગર ક્યાંય નહીં જવું બસ, આટલી વખત મને માફ કરી દો મારે મારી મોમ સાથે થોડા દિવસ રહેવું છે તો મને અહીંયા અમદાવાદમાં રહેવા દો ને ? " નાનીમા: ના, હવે તને વધારે અહીંયા રાખવાનું મારું મન જરાપણ માનતું નથી. પરી: બે ચાર દિવસ તો રહેવા દો નાનીમા. હજુ આપણે એક બે વખત મોમને મળવા જઈશું પછી હું બેંગ્લોર ચાલી જઈશ બસ..!! પરી અમદાવાદમાં વધુ રહેવા માટે ખૂબ આજીજી કરી રહી હતી પરંતુ નાનીમા પરીને તેના કહેવા પ્રમાણે