કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 57

(21)
  • 5.8k
  • 2
  • 4.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-57 આકાશના પપ્પા મનિષભાઈના એક હાથમાં ઈમ્પોર્ટેડ કાચનો મગ હતો જેમાં તે ચૂપચાપ ચા પી રહ્યા હતા.. પરંતુ તેમના મગજના વિચારો જેટલા સ્પીડમાં ચાલી રહ્યા હતા તેટલી તેમની ચા પીવાની ગતિ ધીમી થતી જતી હતી. બસ તેમના મગજમાંથી એક જ વિચાર ખસતો નહોતો કે હવે આ છોકરાનું મારે કરવું શું ?? કઈરીતે તેને લાઈન ઉપર લાવવો ?? અને આજે અચાનક તેમનાં મોંમાંથી, " હે ઈશ્વર.." એવા લાચારી ભર્યા શબ્દો ભારોભાર નિસાસા સાથે સરી પડ્યા.... ભાવનાબેન પણ પોતાના વિચારોમાં અને ભરોભાર દુઃખમાં ખોવાઈ ગયેલા હતા જે કંઈજ બોલવા તૈયાર નહોતા.. પરી મનિષભાઈના તમામ પ્રશ્નોના જવાબ આપી ચૂકી હતી