ચાલ તને હું મોંઘી હોટેલમાં લઇ જાઉં! ગીતા રઘુ ને કહેતી હતી. ના મેડમ.. તું ચાલ તને ગાર્ડનમાં લઇ જાઉં! આવી જગ્યા પર ગીતા જેવા લોકો તો ક્યારેય પગ પણ ના મૂકે એવા નાના અમથા ગાર્ડનમાં નીચે બેસી ને ખુદ ગીતાએ રઘુ સાથે ખાધું હતું ત્યાર થી જ ગીતાને રઘુ બધા કરતાં અલગ જ અને બહુ જ પ્યારો લાગતો હતો. રઘુ એ મરવાની વાત કરી તો ગીતા ને એક સામટું બધું યાદ આવવા લાગ્યું! મારી નાખ મને.. અથવા હું ખુદ જ મરી કેમ ના જાઉં! પણ તું પ્લીઝ મરવા ની વાત ના કર! ગીતા એ રઘુ ને બાહોમાં લઇ લીધો