સવારે વૈભવ અને રઘુ ઉઠે એ પહેલાં જ રેખા ઊઠી ગઈ હતી. રઘુ, વૈભવ ઉઠોને જલ્દી! રેખા એમને ઉઠાડી રહી હતી. ગઈ કાલે તો પોતે એણે ઊંઘતી મૂકીને રઘુ એ જાતે એના માટે કોફી બનાવી હતી. ગમતી વ્યક્તિ એમની ગમતી વ્યક્તિ ને વધારે મહત્વ આપતી હોય છે! રેખા પણ એ જ વિચાર સાથે હસવા લાગી. રઘુ... રેખા એ જોરથી કહ્યું તો રઘુ સફાળો ઊભો થઈ ગયો. શું થયું? શું થયું? રઘુ બોલવા લાગ્યો! કંઈ થયું નહીં... આજે મારે રજા છે તો ચાલને આપને ફરવા જઈએ... રેખાએ પ્લાન સમજાવ્યો. અહીં લાઇફમાં કેવું કેવું થઈ રહ્યું છે ને મેડમ ને ફરવા જવું