ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 8

  • 2.7k
  • 1
  • 1.5k

હા, ગીતાએ તો બધા વચ્ચે જ તને પ્રપોઝ કરેલું ને! એમ પણ તો કહેલું કે જે કોઈ તને પ્યાર કરશે, એ એની લાઇફ બરબાદ કરી દેશે! રેખા એ યાદ અપાવ્યું. એ તો એણે ખાલી જ કહ્યું હશે... રઘુ એ કહ્યું કેમ કે હજી એનું મન નહોતું માનતું! પ્યાર બહુ જ સ્ટ્રોંગ ફિલિંગ છે, પ્યાર માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી શકે છે... રેખા એ કહ્યું તો રઘુને એક પળ માટે તો એવું જ લાગ્યું જાણે કે આ બધા જ પાછળ પોતે ગીતા જ છે! તને શું લાગે છે, આ બધા પાછળ ગીતા છે? રઘુ એ થોડું ડરતા ડરતા પૂછ્યું.