અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 3

  • 2.4k
  • 1.1k

આ બાજુ તરલ ક્રિશીલનું શું થયું હશે? તે અંગે વિચારતાં તેની રાહ જોતી ખુબ જ બેચેન મને બેસી રહી હતી. દવા લેવાથી તેનો દુઃખાવો થોડો ભલે ઓછો થઇ ગયો હતો.પરંતુ શરીર કરતાં મનની બેચેની એને વધુ પરેશાન કરી રહી હતી. ક્રિશીલ મંગલમ હોસ્પિટલ પહોચ્યો અને બનેલ આખી બાબત તરલને જણાવી ત્યારે તરલ ખુબ જ આનંદિત થઇ ગઈ અને મનોમન પોતાના મહાદેવનો આભાર માન્યો. હવે પ્રશ્ન એ હતો કે આવી હાલતમાં તરલને તેના ઘર સુધી કઈ રીતે પહોચાડવી? કારણ કે મંગલમ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ આમ તો ૮૫૦ મીટર જેટલું દુર હતું. પરંતુ તરલની હાલતના લીધે સ્પેશીયલ રીક્ષા કરીને જ જવું પડે