વસુધા અને ગામ લોકોએ સહકારથી ડેરી ઉભી કરી એનું ઉધ્ધાટન કરવા મોટી ડેરીનાં મોટાં માથા અને ચેરમેન ઠાકોરભાઇ પટેલ પોતે આવ્યાં હતાં. મોટી ડેરીની સરખામણીમાં આ સાવ નાની ડેરી હતી ક્યાંય સરખામણી શક્ય નહોતી એ સ્વાભાવીક છે છતાં ઠાકોરભાઇની ચકોર નજર બધે ફરી હતી ડેરીની સાથે સાથે પશુ દવાખાનું ઉભું કરવું ડેરીની સફળતા પછી એમાં વિકાસ કરવા જગ્યાની અનુકૂળતા અને એની ઉપલબ્ધી... બધાં પાસાં વિચારેલાં હતાં... તદ્દન સ્વચ્છ બધુંજ... એમણે હરખાઇને વખાણ કર્યા શાબાશી આપી. ઠાકોરભાઇએ કહ્યું “મારો બધોજ સહકાર રહેશે તમે ગામજનો અને દીકરી વસુધાની દૂરદેશી સહકાર જોઇ મને કહેવાનું મન થાય છે કે તમે જો એક વર્ષનાં ગાળામાં