ધ સ્કોર્પિયન - પ્રકરણ-70 

(60)
  • 3.7k
  • 4
  • 2.3k

ચંદ્રમૌલીજી પવિત્ર વાતાવરણમાં ઉત્સવની સફળતા-આનંદ વચ્ચે કોઇ અગમ્ય આગાહી કરી રહ્યાં હોય એમ લાગી રહેલું. રુદ્ર રસેલ પોતે સમજી ના શક્યા કે પિતાતુલ્ય શ્વસુર આજે કેમ આવું ભયજનક ઉચ્ચારણ કરી રહ્યાં છે ? એનું શું કારણ છે ? આટલી પવિત્ર તપોભૂમી છે અહીં સાક્ષાત મહાદેવ, માં પાર્વતી એમનાં સાથમાં રુદ્રનારાયણ, શેષનારાયણ હોવાનાં અંદેશા છે અહીં હિમાલયની પહાડીયોમાં રહેલી ગુફાઓ, મઠમાં તપોનિષ્ઠ સર્વશ્રેષ્ઠ ઋષિઓ રહે છે કેટલાય કાળથી અહીં પૂજા ચાલે છે. સનાતન ધર્મનાં ધરોહર હિમાલયની નિશ્રામાં રહીએ છીએ છતાં શેનો ભય ? પણ ચંદ્રમૌલીજીનાં છેલ્લા વાક્યે એમને સંતોષ અને હૈયાધારણ થઇ. ચંદ્રમોલીજીએ કહ્યું “કાળચક્ર એનું કામ કરે છે અને કરશે