લેખ:- એક પત્ર મમ્મી પપ્પાનેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીકેમ છો મમ્મી પપ્પા? હું પણ શું તમને પૂછું છું, તમે મજામાં જ હોવ ને! ભગવાનને ત્યાં ક્યાં કોઈને દુઃખ પડવાનું જ છે?! પણ તમને ખબર છે અહીંયાં અમે સૌ તમને બહુ જ યાદ કરીએ છીએ? જ્યારે પણ કોઈક ખાસ દિવસ હોય ત્યારે તો તમને યાદ કર્યા વગર રહી જ ન શકાય!મને તો હજુ પણ યાદ છે પપ્પા, કે તમે મોટા ભાગે નોકરીમાં રજા લેવા તૈયાર થતા નહોતા, પણ જ્યારે પણ તમારી લગ્નની વર્ષગાંઠ હોય કે મમ્મીની વર્ષગાંઠ હોય તમે રજા લેતા જ હતા. દસ પંદર દિવસ અગાઉથી તમે આ દિવસે ઘરે