રઘુ એ દરવાજો ખોલ્યો. ફૂડ ડિલિવરી બોય હાથમાં ઓર્ડર કરેલ ફૂડ સાથે હતો. રઘુ એ ફૂડ લઈને એણે જતો કર્યો. બંને એ ઓર્ડર કરેલ ફૂડ ખાધું. એટલામાં તો દોઢ પણ વાગી ગયા હતા! રઘુ, ચાલ આપણે જલ્દી જવું પડશે... બે વાગી જ જશે... રેખા એ રઘુને કહ્યું અને બંને નીકળી પડ્યા. જતાં પહેલાં રેખા એના ઘરને થોડીવાર માટે તો બસ અપલક જોઈ જ રહી. એણે કાલની રઘુ સાથેની મીઠી યાદો વૈભવ સાથે ગાળેલ પળો બધું એક સામટું યાદ આવી રહ્યું હતું. ચાલ ને... રઘુ એ એણે કહ્યું તો એ ભૂતકાળમાંથી બહાર આવી. બંને ઘરને બંધ કરીને ચાલ્યા ગયા. પૈસા