મહાદેવજીનાં પ્રાંગણનાં પાછળનાં ભાગમાં એક સુશોભીત મંડપમાં બધીજ વ્યવસ્થા હતી. ગાદી તકીયા અને પૂજાની બધી વ્યવસ્થા ખૂબ સ્વચ્છ જગ્યામાં કરી હતી. ત્યાં ધૂપ ચાલી રહેલો દીવા સર્વત્ર પ્રાગટય કરેલાં હતાં. કંઇક અનોખું શાંત અને પવિત્ર વાતારણ હતું. નાનાજી ચંદ્રમૌલીજી અને એમનાં પત્નિ ઉમા માલિક બેઠાં હતાં ત્યાં રુદ્રરસેલ અને એમનાં પત્નિ બધાને લઇ આવ્યાં. રુદ્રરસેલે બધાની ઓળખ કરાવી. ચંદ્રમૌલીજી પવિત્ર ઋષિમુનિ જેવા દેખાતાં હતાં ભાલ પર ત્રિપુડ કરેલું હતું. તેજથી ભરપુર હતું. એમની વિશાળ આંખમાં એનેરી ઊંડાઇનો ભાવ હતો એમની દ્રષ્ટિ દેવ પર પડી અને એમણે સસ્મિત વદને કહ્યું “આવ દેવ આ બાજુ આવ.” દેવને અને બધાને આશ્ચર્ય થયું કે