સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-54

(50)
  • 4.3k
  • 5
  • 2.6k

સોહમ સવારે વહેલો ઉઠી ગયો. આમ એ ઊંધ્યો જ નહોતો આખી રાત- પરોઢ વિચારોમાં હતો. સાવીનો કાગળ વાંચ્યા પછી એક નિર્ણય પર આવી ગયેલો. એનાંમાંથી ઉદાસી ગાયબ થઇ ગઇ હતી. એ ઉઠી ક્રેશ થઇને રૂમની બહાર આવ્યો. બહાર આવીને જોયુ બધાં રોજીંદા ક્રમમાં હતાં બધાં નાહીને તૈયાર હતાં. સુનિતા અત્યારે સ્વસ્થ લાગી રહી હતી. લાગ્યું કે આઇ બાબાએ એની સાથે વાત કરી છે બાબા રાત્રે કેટલાં વાગે આવ્યાં હશે ? બેલા પણ નોર્મલ લાગી રહી હતી. આઇએ સોહમને જોઇને કહ્યું “ઉઠી ગયો બેટા ? સુનિતાને ઘણું સારું છે મેં વાત કરી એની સાથે પણ એને કશું યાદ નથી હવે હમણાં