લગભગ રાતના સાડા દસ વાગ્યા હતા.દેવ સ્ટડી ટેબલ પર બેસીને લેપટોપમાં એનું કામ કરી રહ્યો હતો અને નિત્યા સોફા પર બેસીને બુક વાંચી રહી હતી.બંને પોતાનું કામ પૂરું ધ્યાન લગાવીને કરી રહ્યા હતા.એક રૂમમાં હોવા છતાં બંનેના વચ્ચે બે-ત્રણ કલાકથી કોઈ જ વાતચીત નહોતી થઈ રહી પણ બંને એકબીજાની સાથે એટલા જ કમ્ફર્ટેબલ હતા.કોઈ કેવી રીતે કહી શકે કે એ બંનેને એકબીજાથી પ્રેમ નથી.કારણ કે કશું જ ન બોલવા છતાં બસ એકબીજાની સાથે કલાકો સુધી ચૂપચાપ કમ્ફર્ટેબલી બેસી રહેવું એ બધાની સાથે શક્ય નથી.કોઈ પતિ-પત્ની વચ્ચે કે બે મિત્રો વચ્ચે કે પછી કોઈ પણ સંબંધમાં આ વસ્તુ પ્રેમથી પણ વધારે