એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૭

  • 2.3k
  • 950

સવારના લગભગ સાડા સાત વાગે દેવ અને જસુબેન હોલમાં બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા.નિત્યા કોફી પી રહી હતી.કાવ્યા એના રૂમમાંથી આવતા જ બોલી,"ગુડ મોર્નીગ માય લવલી ફેમિલી" બધા પોતપોતાનું કામ કરતા કરતા ગુડ મોર્નીગ બોલ્યા.કોઈએ કાવ્યાની સામે જોયું નહીં.કાવ્યા બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ ટેબલ પર બેસી.નિત્યાએ એને નાસ્તો આપ્યો.દેવ પેપર વાંચીને ઉભો થઈને એના રૂમમાં જતો હતો.નિત્યા દેવને જોઈ રહી હતી.કાવ્યા નિત્યાની સામે જોતા ગીત ગાવાનું ચાલુ કર્યું, "છુપાના ભી નહિ આતા.... જતાના ભી નહિ આતા...... હમેં તુમસે મહોબ્બત હૈ...... બતાના ભી નહિ આતા........" કાવ્યાને ગીત ગાતા સાંભળી એના રૂમમાં જતો દેવ સીડીઓમાં જ ઉભો રહ્યો.નિત્યા અને જસુબેન પણ કાવ્યાની સામે